ઇલફર્ડમાં કારના બુટમાંથી ભારતીય મહિલાની લાશ મળી: પતિની શોધખોળ શરૂ
ઇલફર્ડમાં કારના બુટમાંથી ભારતીય મહિલાની લાશ મળી: પતિની શોધખોળ શરૂ
Blog Article
ઇસ્ટ લંડનના ઇલફર્ડમાં પાર્ક કરાયેલી કારના બૂટમાંથી 24 વર્ષીય હર્ષિતા બ્રેલાની લાશ મળી આવ્યા બાદ પોલીસે મહિલાના ભારતીય મૂળના પતિ પંકજ લાંબાની શોધખોળ શરૂ કરી છે. પોલીસને શંકા છે કે આ મહિનાની શરૂઆતમાં તે પત્નીની હત્યા કરીને દેશ છોડીને ભાગી ગયો છે. તા. 18ના રોજ પોલીસે તેમની તસવીરો જાહેર કરી છે.
રવિવારે નોર્થમ્પ્ટનશાયર પોલીસના અપડેટેડ નિવેદનમાં, ચિફ ઇન્સપેક્ટર પૌલ કેશે જણાવ્યું હતું કે ‘’60થી વધુ ડિટેક્ટીવ આ કેસ પર કામ કરી રહ્યા છે અને અમે આરોપી પતિ પંકજ લાંબાની તસવીર પ્રકાશિત કરી છે. અમને શંકા છે કે હર્ષિતાની હત્યા તેના પતિ પંકજ લાંબા દ્વારા આ મહિનાની શરૂઆતમાં નોર્થમ્પટનશાયરમાં કરવામાં આવી હતી. શંકા છે કે લામ્બા હર્ષિતાનો મૃતદેહ નોર્થમ્પ્ટનશાયરથી ઇલફર્ડમાં કાર દ્વારા લઈ ગયો હતો અને તે હવે દેશ છોડીને ભાગી ગયો છે. અમારી પૂછપરછ ચાલુ છે અને CCTV અને ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) સાથે તપાસ કરી રહ્યા છીએ.’’
પોલીસને બ્રેલા અંગે બુધવારે તા. 13ના રોજ કોલ મળ્યા બાદ પોલીસે નોર્થમ્પટનશાયરના કોર્બીમાં સ્કેગનેસ વોક ખાતેના ઘરની તપાસ કરી હતી. કોઈ જવાબ ન મળતાં, પોલીસે ગુમ વ્યક્તિની તપાસ શરૂ કરતા ગુરુવારે વહેલી સવારે ઇસ્ટ લંડનના ઇલફર્ડ વિસ્તારમાં બ્રિસ્બેન રોડ પર પાર્ક કરાયેલા એક વાહનના બુટની અંદરથી હર્શિતાની લાશ મળી હતી. શુક્રવારે લેસ્ટર રોયલ ઇન્ફર્મરી ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું